તાજેતરમાં નિમણૂક પામ્યા બાદ પ્રથમવાર સુરત રેન્જ આઇ.જી.પી. પ્રેમવીરસિંઘ (IPS)એ ગુરુવારે તાપી જીલ્લાની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલા નિઝર પોલીસ મથકની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વાંકા ચાર રસ્તા ખાતે આંતરરાજય ચેકપોસ્ટની મુલાકાત લઇ પોલીસ કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આગામી લોકસભા ચુંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહારાષ્ટ્ર રાજયની હદને અડીને આવેલા તાપી જિલ્લા ખાતે વિવિધ પ્રકારની ચૂંટણીલક્ષી કામગીરી બાબતે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મીટીંગનું આયોજન કરી જિલ્લાના તમામ અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપી હતી. તાપી જિલ્લાની પ્રથમવાર મુલાકાતે આવેલા સુરત રેન્જ આઇ.જી.પી. પ્રેમવીરસિંઘ (IPS) ને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
Comments
Post a Comment